ડો. આંબેડકર સામાજિક દાયત્વ સમિતિ- સુરત દ્વારા ચિંતન શિબિર સુરત, તા. ૨૨

0
2

ઘોડદોડ રોડ સ્થિત સાર્વજનિક શિક્ષણ મંડળ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિ-સુરત દ્વારા યુવાનોને સ્જીસ્ઈ ઉદ્યોગો અંગેની તલસ્પર્શી જાણકારી આપવા માટે ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં નાના ઉદ્યોગકારો તેમજ સર્વિસ સેક્ટરમાં ખાસ કરીને જીઝ્ર/જી્/ર્ંમ્ઝ્ર અને સખીમંડળ, મહિલા મંડળને મળતા આર્થિક લાભો અને સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપી યોજનાઓને શકય એટલો વધુ લાભ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સમિતિના કાર્યકારી કન્વીનર આર.જે.પટેલે જણાવ્યું હતું કે, પ્રતિભાશાળી અને લાયક યુવક-યુવતીઓ તેમજ સખી મંડળોને આર્થિક પગભર કરવાનું સામાજિક દાયિત્વ નિભાવવાનું સંસ્થાનું લક્ષ્ય છે. સરકારની ઉદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લઇને આત્મનિર્ભર બની શકાય છે. તેમણે યોગ્ય લાયકાત ધરાવતા ઓછામાં ઓછા દસ યુવાનોની યાદી તૈયાર કરીને સમિતિમાં રજૂ કરવાનું પણ સૂચન કર્યું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ ઔદ્યોગિક વિભાગો સાથે સંકલન કરીને આગામી સમયમાં સેમિનાર યોજવાની દિશામાં આગળ વધી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
આ શિબિરમાં આશ્લેષ શાહ, નિવૃત્ત જનરલ મેનેજર શ્રી ચાવડા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નિવૃત્ત અધિકારીશ્રી ગોંડલીયા, સુનિતાજી સહિત સ્જીસ્ઈ માં રસ ધરાવતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY