સુરત ડાયમંડ ઍસો. દ્વારા ત્રીજી વખત ડાયમંડ ઍકસ્પો પ્રદર્શનનું આયોજન સુરત, તા. ૨૨

0
2

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા તા.૧૫ થી ૧૭ જુલાઈ-૨૦૨૨ ના રોજ ક્લબ અવધ યુટોપિયા- સુરત ખાતે ત્રીજીવાર કેરેસ -મ્૨મ્ સુરત ડાયમંડ એસ્પો’ પ્રદર્શનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખશ્રી નાનુભાઈ જે. વેકરીયા, ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ ખુંટ, મંત્રીશ્રી દામજીભાઈ માવાણી, ખજાનચીશ્રી મોહનભાઈ વેકરીયા, સહમંત્રી શ્રી ભુપતભાઈ કનાળા, કારોબારી સભ્ય શ્રી ધીરુભાઈ સવાણી તેમજ કેરેસ એકસ્પોના કન્વીનર શ્રી ગૌરવભાઈ સેઠીએ રાજ્યના માનનિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી કેરેટ્સ -મ્૨મ્ સુરત ડાયમંડ એસ્પોમાં ૧૫- જુલાઈ-૨૦૨૨ના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.
માનનિય મુખ્યમંત્રીશ્રીએ સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે હાલની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની સ્થિતિ વિષે માહિતી મેળવી હતી. જેનાથી તેઓ ખુબ પ્રભાવિત થયા હતાં અને કેરેસ -મ્૨મ્ સુરત ડાયમંડ એસ્પોમાં ઉપસ્થિત રહેવા માટે હાલ સહમતી આપી છે.
આ સાથે રાજ્યના માન.મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી સાહેબ, મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, મંત્રીશ્રી વિનુભાઈ મોરડિયા સાહેબ, મંત્રીશ્રી જગદીશ પંચાલ સાહેબ, તેમજ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સાહેબને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી કેરેટ્સ -મ્૨મ્ સુરત ડાયમંડ એસ્પોમાં ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. આ સર્વે મંત્રીઓ કેરેટ્સમાં ખાસ હાજરી આપશે તેવી ખાત્રી આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY