ત્રણ હજાર શ્રમિકોને ઈ-શ્રમ ધિરાણ આપવા વરાછા બેîકે કરેલો સંકલ્પ સુરત, તા. ૨૨

0
3

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર વ્યકિતઓને મદદરૂપ થવાના હેતુથી ઈ-શ્રમ યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં ધી વરાછા કો-ઓપ.બેંક લિ.,સુરત દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
સહકારની ભાવના અને સામાજીક ઉતરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર એવી સુરતની ધી વરાછા કોઓપ.બેંક દ્વારા નાના રોજગાર કરનાર અસંગઠિત ક્ષેત્રના લોકોને રૂા.૧ લાખ સુધીની. ઈ-શ્રમ લોના ૧૧%ના વ્યાજદરે આપવામાં આવી રહી છે. જેમાં રત્નકલાકાર મિત્રો, સાડી પર હેન્ડવર્ક કરનાર મહિલાઓ, કુશળ કારીગરો, વાળંદ, સુથાર, મોચી, દુધની ડેરી, પાન તેમજ કરીયાણાની દુકાન ચલાવનાર સ્વરોજગાર મિત્રોને આ યોજનામાં લાભ મળવાપાત્ર છે. આ સાથે હોસ્પિટલમાં સબ સ્ટાફ અને સ્ટોર્સમાં કામ કરનાર કર્મચારીઓને પણ આ લોન મળી શકશે. બેંકની એ.કે.રોડ શાખા ખાતે માજી મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી તેમજ ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલરના હસ્તે ઈ-શ્રમ લોન યોજનાના ચેક લોનધારકને અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, બેંકની અલગ-અલગ શાખાઓમાં પ્રતિષ્ઠિત વ્યકિતઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે લોનના ચેક અર્પણ કરીને વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે તેવો પ્રયાસ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો.
વધુમાં બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે વરાછાબેંક તમામ પ્રકારે લોકોને ઉપયોગી થાય તે ભાવનાથી સામાજીક ઉતરદાયિત્વ નિભાવતી આવી છે. ત્યારે સરકારશ્રીની આ ઉમદા યોજનામાં પણ આશરે ૩૦૦૦ થી વધુ લોકોને ઈ-શ્રમ લોન આપીને તેઓને મદદરૂપ થવાનો સંકલ્પ કરેલ છે. જેથી મહતમ અસંગઠિત ક્ષેત્રના લોકોને આ યોજનામાં આવરી લેવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY