કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે દાર્જીલિંકમાં યોગદિન ઉજવ્યો સુરત, તા. ૨૨

0
3

૮માં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સમગ્ર વિશ્વ જ્યારે ભારતીય સંસ્કૃતિ અને સ્વાથ્યની દિશામાં ભારત તરફ જોઈને યોગા દિવસ ઉજવી રહ્યું છે ત્યારે સુરતના સાંસદ અને કેન્દ્ર સરકારના રેલવે અને ટેક્ષટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશએ યોગા દિવસની ઉજવણી દાર્જીલિંગ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કરી હતી.
તેમણે વર્લ્ડ હેરિટેજ દાર્જીલિંગ હિમાલયન રેલવેના ઓપેરેશન્સ અને સમાયાંતરે સુરક્ષા માટે કરવામાં આવતી કવાયત અંગે રિવ્યુ મીટિંગની અધ્યક્ષતા કરી હતી એમણે સૂચના આપી હતી કે દાર્જીલિંગ હિમાલયન રેલવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમજ પ્રવાસન આ વિભાગના લોકો માટે આવકનો મોટો આધાર છે તેથી આ સેવા વ્યવસ્થિત અને સુરક્ષિત રહેવી જોઈએ.
સાથે સાથે તેમણે દાર્જીલિંગના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા સાથે જિલ્લા અધ્યક્ષ કલ્યાણ કુમાર દિવાનજીની ઉપસ્થિતિમાં લુક ટુ ઇસ્ટ પોલિસી હેઠળ દાર્જીલિંગ અને હિલી વિસ્તાર માટે કેન્દ્ર સરકાર અને વિશેષ કરીને રેલવે અને ટેક્ષટાઇલના માધ્યમથી વિકાસ માટે શું કરી શકે તેમજ તે વિસ્તારની સમસ્યા અંગે વિચારણા કરી હતી. તેમજ પશ્ચિમ બંગાળ અને દાર્જીલિંગમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનને મજબૂતાઈ કેવી રીતે આપી શકાય એ અંગે ચર્ચા કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY