દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના તાલુકામાં વરસાદનો વિરામ : ડાંગમાં સાડા ત્રણ ઈંચ સુરત, તા. ૨૨

0
3

સુરત સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલથી આજે સવાર સુધીમાં વરસાદે વિરામ લીધો છે. આજે સવાર સુધીમાં વરસાદે વિરામ લીધો છે. આ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ ૮૩ મીમી એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ ઝીંકાયો છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાદળા છવાયેલા છે અને ગમે ત્યારે વરસાદ પડવાની શક્યતા છે.
સુરત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચોર્યાસીમાં ૫ મીમી તથા સુરત સિટીમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો છે અને અન્યત્ર વરસાદ પડયો નથી. આજ રીતે નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડયો છે. મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૮૩ મીમી એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો છે અને આહવામાં ૪૨ મીમી તથા વઘઈમાં ૪૦ મીમી વરસાદ પડયો છે.
વન્ય પ્રદેશ ડાંગ જિલ્લામાં જોરદાર વરસાદ પડતા સર્વત્ર ઠંડક વ્યાપી જવા પામી છે અને જંગલ વિસ્તારમાં વરસેલા વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે.
સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં આજે સવારથી જ આકાશણાં વરસાદી વાદળા દેખાઈ રહ્યા છે અને ગમે ત્યારે વરસાદનું આગમન થઈ શકે છે. અલબત્ત આજે બુધવાર સવાર સુધી મોટાભાગના તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY