ઈન્સ્ટાગ્રામ પર યુવતીનો ફોટો અપલોડ કરી છેડતી કરનાર યુવક સામે ફરિયાદ સુરત, તા. ૨૨

0
3

ઉધના ખાતે યુવતી સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી દેતા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. યુવકે બદનામ કરવાના ઇરાદે ફોટા ભોગબનનારના પરિવારના સભ્યોને ફોરવર્ડ કરી તેણીનો પીછો કરી છેડતી પણ કરતો હતો.
ઉધના પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની અને નાનપુરા પટેલ ચેમ્બર ખાતે રહેતા પ્રભાત રાજા સેઠી (ઉ. વ.૩૦) સામે ઉધના પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પ્રભાત ઈન્સ્ટાગ્રામ યુઝ કરતો હતો અને પ્રભાત પાસે યુવતીના સાથે પાડેલા ફોટા હતા. પ્રભાતે યુવતીને બદનામ કરવા માટે તેણી સાથેના ફોટા પ્રભાતે ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી દીધા હતા તેમજ યુવતીના પરિવારના સભ્યો ઉપર પણ તેણીને બદનામ કરવાના ઇરાદે વોટ્સએપ મારફતે ફોરવર્ડ કરી દીધા હતા એટલુ જ નહિ વોટ્સ એપ તેમજ મોબાઈલ બિબત્સ ગાળો બોલી પીછો કરી છેડતી કરતો હતો. આ અંગે આખરે યુવતીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે પ્રભાત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY