ચાર લોકોના નામે બેકમાંથી લોન મેળવી લેનાર ઠગ ફરાર સુરત, તા. ૨૨

0
5

પાર્લે પોઇન્ટના ઠગે લોન પાસ કરાવી આપવાનું કહી બે ભાઈઓ પૈકી ચાર વ્યક્તિઓના નામ ઉપર લોન મંજૂર કરાવી તેમની જાણ બહાર રૂ.૧.૯૩ લાખની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાંડેસરા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી દિંડોલી મહાદેવ નગર પાંચ માં રહેતા ભાસ્કર રનગદેવ જીવનાપુરકરએ પાર્લે પોઇન્ટ ટ્વીન કોટેજમાં રહેતા યશ અરવિંદ મિશ્રા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ભાસ્કર સાથે યશ મિશ્રાનો પરિચય થયો હતો. યશે લોન પાસ કરાવી આપવાનું કહી ભાસ્કરભાઈને તે લોન માટે ઓનલાઈન એપ્લાઈ કરવાની છે તેમ કહી વિશ્વાસમાં લીધો હતો અને યશ મિશ્રાએ ભાસ્કર અને તેના મિત્રો ઉપર એપ્લિકેશન મોકલી ડાઉનલોડ કરાવી હતી અને યશ મિશ્રાએ ભાસ્કર, તેમના મોટાભાઈ અને બંને મિત્રોના નામની લોન મંજૂર કરાવી તેમની જાણ બહાર રૂ.૧.૯૩ લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી હતી. આ અંગે ભાસ્કરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે યશ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY