પૂણાગામ નંદનવન સોસા.માં રાત્રી સમયે દુકાનનું શટર તૂટ્યું સુરત, તા. ૨૨

0
4

પુણાગામ નંદનવન સોસાયટી વિભાગ-૩માં આવેલી ખુશી મોબાઈલની દુકાનમાંથી અજાણ્યા તસ્કરો ૬ મોબાઈલ અને રોકડા મળી કુલ્લે રૂ.૯૫,૬૭૪ની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.
પુણા દિપમાલા સોસાયટી ની બાજુમાં નંદનવન સોસાયટી વિભાગ-૩ માં રહેતા હિંમત ભાઈ મકવાણા તેમની સોસાયટીના નીચે જ ખુશી મોબાઈલ નામે દુકાન ધરાવે છે સોમવારની મોડી રાત્રિએ અજાણ્યા ત્રણ બદમાશોએ હિમતભાઈની મોબાઈલ શોપને નિશાન બનાવ્યું હતું અને દુકાનનું શટર તોડી ઊંચું કરી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી રૂ.૬૭,૬૭૪ની કિંમતના ૬ મોબાઈલ અને રોકડા રૂ.૨૮ હજાર મળી કુલ્લે રૂ.૯૫,૬૭૪ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY