બીઆરટીઍસ બસની અડફેટે ટ્રાફિક બ્રિગેડની મહિલા ઘાયલ સુરત, તા. ૨૨

0
5

ડિંડોલી સાઇ પોઇન્ટ ચાર રસ્તા પાસે ટીઆરબી મહિલા જવાનને બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લેતા માથાના અને પગના ભાગે ઈજા પહોંચી હતી. મહિલા જવાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ડિંડોલી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડીંડોલી માનસરોવર સોસાયટી તળાવ ની પાસે રહેતી ૨૩ વર્ષીય રૂપલબેન સન્મુખભાઈ ચૌધરી ટ્રાફિક બ્રિગેડમાં ટીઆરબી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સવારે રૂપલબેન સાઇ પોઇન્ટ ચાર રસ્તા પાસે ફરજ ઉપર હતા તે દરમિયાન જીજે-૫ બિઝેડ ૨૫૧૧નંબરના બીઆરટીએસ બસના ચાલકે સ્પીડે દોડાવી લાવી મહિલા જવાન રુપલ બેન ને ટક્કર મારી દીધી હતી જેમાં તેમને માથાના પાછળના ભાગે અને ડાબા પગના નળા ના ભાગે ઈજા પહોંચી હતી રુપલ બેન ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રૂપલબેન એ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બીઆરટીએસ બસ ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY