વરાછામાં દારૂ ભરેલી રિક્ષામાં આગ લાગતા ડ્રાઈવર સહિત બે ખેપિયા છૂ સુરત, તા. ૨૨

0
4

આજે સવારે ૯.૫૮ કલાકે હીરાબાગ થી અશ્વનિકુમાર તરફ સ્વામિનારાયણ મંદિર પાસે રીક્ષા નંબર જીજે ૦૫બીવાય-૮૯૬૯ માં આગ લાગ્યાનો કોલ મળતા કાપોદ્રા અને કતારગામ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે ધસી ગયા હતા રિક્ષામાં લાગેલી આગને કાબુમાં કરવા જતા રિક્ષામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો
સુરત ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે બનેલી આ ઘટનામાં સીએનજી રિક્ષામાં અચાનક આગ લાગી હતી જેની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે ધસી જઇ આગને કાબુમાં કરી હતી રીક્ષા માં આગ લાગી ત્યારે રિક્ષાચાલક અને અન્ય એક વ્યક્તિ રીક્ષા મુકીને ભાગી ગયા હતા રિક્ષામાં તપાસ કરતા રિક્ષામાં દેશી સહિતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી ફાયર બ્રિગેડ કાપોદરા પોલીસને જાણ કરતાં કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ રીક્ષા અને દારૂનો જથ્થો કબજે કરી રિક્ષાચાલક સહિતનાની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY