ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં એક યુવતીનો પીછો કરી ફોન ઉપર વાત કરવા માટે દબાણ કરતા રૂપેશ રાજપુત સામે ભોગબનારે છેડતીની ફરિયાદ આપતા ગુનો નોંધાયો છે.

0
6

વેડરોડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ રૂપેશસિંઘ રાજપુત સામે છેડતીને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે રૂપેશ યુવતીનો પીછો કરતો હતો અને તેની સાથે ફોન પર વાતચીત કરવા દબાણ કરતો હતો. યુવતીએ વાતચીત કરવાની ના પાડવા છતાં રૂપેશે પીછો કરવાનો શરૂ રાખ્યો હતો.
એટલુજ નહિ યુવતીના માતા પિતા સાથે પણ રૂપેશ એ ગાળાગાળી કરી હતી અને ફરિયાદી યુવતીના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં રૂપેશ સામે ફરિયાદ આપતા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY