દિવ્યાંગ મતદારો માટે સાઇન લેંગ્વેજ સહાયકની નિમણૂંક

0
8

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ મતદારો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે. જેથી મતદાનના દિવસે શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા મતદારોને કોમ્યુનિકેશન કરવામાં કોઇ મુશ્કેલી જણાંય તો કંટ્રોલરૂમમાં ઉપસ્થિત રહેલા સાઇન લેંગ્વેજના જાણકાર સહાયક સાથે વિડીયો કોલ કરીને મતદારની સમસ્યાનું નિવારણ કરવા સૂચના આપવામાં આવી છે.
જે અન્વયે નવસારી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાનના દિવસે શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા મતદારોને કોમ્યુનિકેશન કરવામાં કોઇ મુશ્કેલી જણાય તો સમસ્યાના નિવારણ માટે જિલ્લાકક્ષાએ સાઇન લેંગ્વેજના સહાયક તરીકે બીઆરસી ભવન, નવસારીના શ્રી બીન એન.ખેર અને બીઆરસી ભવન, ગણદેવીના શ્રી કમલેશભાઇ દેસાઇની નિમણૂંક કરવામાં આવી છે.
લેંગ્વેજ સહાયકે મતદાનના દિવસે એટલે કે, તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમ ખાતે સવારે ૭-૦૦ કલાક થી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપસ્થિત રહેશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નવસારી દ્વારા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY