શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાન માટે સવેતન રજા આપવી

0
7

આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજનાર છે. જે અન્વયે નવસારી જિલ્લાના જે તે વિસ્તારના કારખાના અધિનિયમ ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વકર્સ એકટ-૧૯૯૬, કોન્ટ્રાકટર લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ હેઠળ નોદ્વધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા મુજબ નોંધણી થયેલા સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.
જે શ્રમયોગીઓને ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો/શકયતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જા કોઇ કારખાનેદાર-માલિક-નોકરીદાતાનું ઉપરોકત જાગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે કોઇ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી શ્રી જે.આર.જાડેજા, મદદનીશ શ્રમ આયુકત, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૫૯૩૯૧ મદદનીશ શ્રમ આયુકતની કચેરી, જિલ્લા સેવા સદન, સી બ્લોક, ત્રીજોમાળ, જુનાથાણા, નવસારીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY