સુરત જિલ્લામાં બારકોડવાળી ૪૭ લાખથી વધુ મતદાન સ્લીપોનું બી.એલ.ઓ. દ્વારા વિતરણ શરૂ

0
8

બારકોડ સ્કેન કરતા જ જોવા મળે છે મતદારની વિગતોઃ મતદાર સ્લીપની પાછળ મતદાન મથકનો ગૂગલ મેપ પણ અપાયો
સુરત જિલ્લાના તમામ મતક્ષેત્રોમાં તા.૨૫મી નવે.સુધી બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ
સુરતઃબુધવારઃ સુરત જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે વિવિધ કામગીરી અંતિમ ચરણમાં છે, ત્યારે તા.૨૧ નવેમ્બરથી બી.એલ.ઓ ઓફિસરો દ્વારા સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારોમાં બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૪૭,૪૫,૯૮૦ મતદાર સ્લીપ છાપવામાં આવી છે. જેનું તા.૨૫મી નવે.સુધી તમામ વિધાનસભા મત વિસ્તારોમાં વિતરણ કરાશે. હાલમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને મતદાતાઓ ને સ્લીપ આપવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ કે, મતદાર સ્લીપમાં આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. આ બારકોડ સ્કેન કરતાજ મતદારની વિગતો જોવા મળે છે. ઉપરાંત, સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, મતદાર ભાગ નંબર તથા સરનામુ, મતદાર ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઈ.ઓ.ની વેબસાઈટ, સી.ઈ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નં. ૧૯૫૦ જેવી વિગત દર્શાવવામાં આવી છે. મતદાર સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે. સ્લીપમાં મતદાનની તા.૧-૧૨-૨૦૨૨ તેમજ મતદાનનો સમય સવારે ૮.૦૦ થી સાંજે ૫.૦૦ પણ દર્શાવવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY