ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ ટૂંક સમયમાં માર્કેટમાં રજૂ થશે

0
7

૨૦૧૫માં સ્થાપિતધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ એગ્રોકેમિકલની કંપની છે. કંપની મ્૨ઝ્ર અને મ્૨મ્ ગ્રાહકો માટે જંતુનાશકો,ફૂગનાશકો, નિરામણનાશકો, છોડ વૃદ્ધિ, નિયમનકારકો,સૂક્ષ્મ ખાતરો અને એન્ટિબાયોટિક્સ જેવી એગ્રી કેમિકલ્સ ફોર્મ્યુલેશનની વિશાળ શ્રેણીના ઉત્પાદન-વિતરણ અને માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે.કંપની ખેડૂતોની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવામાં મદદ કરવા માટે પાક સંરક્ષણ સોલ્યુશન્સ પણ પૂરૂ પાડે છે. ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ લેટિન અમેરિકા, પૂર્વ આફ્રિકન દેશો, મધ્ય પૂર્વ અને ફાર ઇસ્ટ એશિયાના ૨૫થી વધુ દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરે છે. જુલાઈ ૨૦૨૨ સુધી ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ પાસે ૨૧૯થી વધુ ઉત્પાદનો છે જે તેમણે ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્થિત ૬૦૦થી વધુ ગ્રાહકોને વેચ્યા છે. જુલાઈ૨૦૨૨ સુધીમાંકંપનીએ ૨૫ દેશોમાં ૬૦ થી વધુ ગ્રાહકોને તેના ઉત્પાદનોની નિકાસ કરી છે.
કંપનીની ઉત્પાદન સુવિધા અમદાવાદ, ગુજરાતમાં છે. ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ પાસે ઉત્પાદન સુવિધા સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેનટ (ઇશ્ડ્ઢ) સેન્ટર્સ પણ છે. કંપની બ્રાન્ડેડ ઉત્પાદનોનું વિતરણ ૧૭ રાજ્યોમાં – ૧૬ સ્ટોક ડેપોના માધ્યમથી ૪,૨૦૦થી વધારે ડીલરો દ્વારા ભારતભરમાં થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ,૨૦૨૧ અને જુલાઈ ૨૦૨૨માં પૂર્ણ થયેલી કામગીરીની આવક અનુક્રમે રૂ. ૩,૦૨૪.૧૦ મિલિયન,રૂ. ૩૯૬૨.૮૮ અને રૂ. ૨,૨૧૧.૭ મિલિયન હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY