મોબાઈલ લે-વેચ વખતે ગ્રાહકનું આઈડીપ્રુફ લેવું જરૂરી

0
6

રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ, ગુન્હાઓને શોધી કાઢવા માટે સૂરત જિલ્લા પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમરે પોતાની હકૂમતના હેઠળના સુરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ કે કોઈ વ્યકિતઓ દ્વારા થતી લે-વેચ સંબંધે એક જાહેરનામું બહાર પાડયું છે.
જાહેરનામા અનુસાર મોબાઈલની દુકાન ચલાવતા એકમોના માલિકે કોઈપણ જાણી અજાણી વ્યકિતઓની પાસેથી જુના મોબાઈલ લેતી વખતે તથા વેચાણ કરતી વખતે લેનાર તથા વેચનાર વ્યકિતનું પુરેપુરૂ નામ સરનામું નોંધાવીને તે બાબતના નિયત કરેલા કોલમવાઈઝ મોબાઈલ/કંપની વિગત, આઈએમઈઆઈ નંબરની વિગત, મોબાઈલ ખરીદનાર-વેચનારનું નામ સરનામાની વિગત, મોબાઈલ બીલ તથા ૈંડ્ઢ પ્રુફની વિગતના રજીસ્ટરો ફરજીયાત નિભવવાના રહેશે. આ ઉપરાંત કોઈ નવા સીમકાર્ડ ખરીદનારું નામ-સરનામા માટે ઓળખના પુરાવા તથા પાસપોર્ટ સાઈઝના ફોટો મેળવવામાં આવે છે તે પુરાવાઓ જે તે કંપનીને મોકલી આપવામાં આવે છે બાદમાં જેની કોઈપણ પ્રકારની નોંધ સીમકાર્ડ વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ હોતી નથી. જેથી વિક્રેતાઓએ પણ ફરજીયાત પણે નિયત કરેલા કોલમમાં રજીસ્ટર નિભાવવાનું રહેશે. અને કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી સીધો મોબાઈલની લે-વેચ કરે ત્યારે મોબાઈલ વેચનાર વ્યક્તિ પાસેથી ખરીદ કરનાર વ્યક્તિએ મોબાઈલ વેચનારનું ૈંડ્ઢ પ્રુફ અને પુરૂ નામ સરનામું મેળવી એક નકલ પોતાની પાસે બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.જાહેરનામું તા.૨૫/૧૧/૨૦૨૨ થી તા.૨૩/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY