ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના દસ રાજ્યોમાં જીઍસટી કૌભાંડની તપાસી શરૂ

0
6

સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક સેલ પોલીસ દ્વારા જીએસટી અંતર્ગત સેંકડો કરોડના આઈટીસી ફ્રોડ કૌંભાડ ગુજરાત ઉપરાંત અન્ય દસ જેટલા અન્ય રાજયો તથા દિવ-દમણ અને પોંડિચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો સુધી વિસ્તરેલુ હોવાના કારણે સમગ્ર પ્રકરણની ઉડી તપાસ અર્થે સુરત પોલીસે સેન્ટ્રલ જીએસટી વિભાગનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે. તેથી આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોમાંથી હજારો કરોડી રૂપિયાનું ઈનપુટ ટેક્સ ક્રેડીટ કૌંભાડ ઉજાગર થવાની પ્રબળ શક્યતા છે.
ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમ દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી એક સાથે સુરત શહેરના અલગ અલગ ૨૫ સ્થળોએ ફ્રોડ જીએસટી કૌભાંડમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં સંડોવાયેલી ૨૫ જેટલી પેઢીઓની હાલ તપાસ ચાલી રહી છે. આ કૌભાંડના છેડા અન્ય રાજ્ય સુધી પહોંચ્યા હોવાનું પણ જાણવા મળે છે. દરમિયાન કુલ ૬૫૦ જેટલી પેઢીઓ મારફત કૌભાંડીઓએ રોકડી કરી હોવાની વિગત બહાર આવી છે. કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઝારખંડ, તેલંગાણા, પોંડિચેરી, છત્તીસગઢ, આસામ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દમણ અને દિવ ખાતેથી કૌભાંડી આ રેકેટ ઓપરેટ કરી રહ્યાં હોવાનું પણ જાણવા મળે છે. આ જીએસટી કૌભાંડ ફક્ત ગુજરાત પૂરતું સિમીત ન રહેતાં આંતરાજ્ય સ્તરે ફેલાયેળ, હોય જે દિશામાં પોલીસ દોડતી થઈ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY