વાલક પાટીયા પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધનું મરણ

0
6

વાલકપાટિયા પાસે એક અજાણ્યા બસ ચાલકે વૃદ્ધને ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વૃદ્ધનું સાત દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ એલ.એચ રોડ ખાતેના મારુતિનગર સોસાયટી નજીક સંતોષીનગરમાં રહેતા ૬૦ વર્ષિય મનસુખભાઈ નાનજીભાઈ ડોબરીયા ૧૭ નવેમ્બરના રોજ બપોરના સમયે વાલકપાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા બસ ચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મનસુખભાઈનું ૨૩ નવેમ્બરને બુધવારના રોજ સાત દિવસ બાદ મોત થયું હતું. હાલના આ સમગ્ર બનાવને મામલે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY