બેકમાં જમા કરવાના રૂ. ૧૪ કરોડમાંથી કર્મચારીઓઍ રૂ. ૧૫ લાખ તફડાવી લીધા

0
9

સીએમએસ કંપની દ્વારા બેંકમાં જમા કરવા માટે સોપાયેલ રકમ રૂપિયા ૨.૧૪ કરોડ માંથી રૂપિયા ૧૫ લાખની ઉચાપત કરી છેતરપિંડી કરવામાં આવી હતી. સીએમએસ કંપનીના મેનેજરે પૈસાની ઉચાપત કરનાર કંપનીના જ ડ્રાઇવર, ગાર્ડ અને બે કસ્ટોડિયન કર્મચારી સામે છેતરપિંડીની ફરિયાદ આપી હતી
મગદલ્લા ગામ હ્વટ્વહા ર્ક હ્વટ્વર્ઙ્ઘિટ્વ ની પાછળ ગોરખા કોલોની માં રહેતા યોગેશ ચંદુ પટેલ ભટાર ચાર રસ્તા પાસે આવેલી ઈશ્વર નગર સોસાયટીમાં સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે કામ કરે છે સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપની સુરત શહેરમાં આવેલા બધા જ બેંકના એટીએમ મશીનમાં રોકડા પૈસા જમા કરાવવાનું કામ કરે છે બેંકમાંથી રોકડા પૈસા સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીની ઓફિસમાં આવતા હોય છે જે પૈસા તે પછી કંપનીની ગાડીઓમાં એટીએમ કસ્ટોડિયન ના કામે રાખેલા માણસો અને કંપનીની ગાડીમાં ડ્રાઇવર અને ગાર્ડ સાથે જે તે રૂટમાં આવતા એટીએમ મશીનમાં પૈસા લોડ કરતા હોય છે. ગત.તા.૧૫ નવેમ્બરે સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીની ગાડી મારફતે ૨.૧૪ કરોડ મેળવી એટીએમ મશીનમાં લોડ કરવા નીકળ્યા હતા તે દરમિયાન સીએમેસ કપનીની ગાડીના ડ્રાઇવર મનોજસિંહ રામબિલક સિંગ, ગાર્ડ હીરામન ચુડામણ પાટીલ અને ગાડીમાં સાથે ગયેલા કંપનીના કસ્ટોડિયન કર્મચારી આશુતો શ્રીરામ તિવારી અને પવિત્ર જયેશ ખલાસીએ ભેગા મળી રૂ.૨.૧૪ કરોડમાંથી રૂ. ૧૫ લાખની ઉચાપત કરી છેતરપિંડી કરી હતી. આ ચારેય સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY