૪૫ મિટરથી ઉંચી પ્રોજેકટોને મંજૂરી અપાતા પેઈડ ઍફઍસઆઈની ૧૪૬ કરોડની આવક

0
19

સુરત શહેર વિસ્તારમાં ૪પ મીટર કરતાં વધુ ઉંચાઇ ધરાવતાં બાંધકામોને મંજુરી આપતાં પહેલાં આવાં બાંધકામોની સ્ટ્રકચરલ સેફટી તથા અન્ય માળખાગત સુવિધાઓની સમીક્ષા કરવાં સી.જી.ડી.સી.આર. ર૦૧૭ ની જોગવાઇ મુજબ માન. કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાનાં અઘ્્યક્ષપણાં હેઠળ સ્ટ્રકચરલ સેફટી કમિટીની રચના કરવામાં આવેલ છે.
સુરત મહાનગરપાલિકામાં રજુ થતાં ૪પ મી. થી વધુ ઉંચાઇનાં બાંધકામોની મંજુરીનાં પ્રકરણો ઉકત સ્ટ્રકચરલ સેફટી કમીટીની મંજુરી બાદ જ માન્ય રાખવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાની સ્ટ્રકચરલ સેફટી કમીટીની મીટીંગ તા. ૧૭/૦૩/ર૩, શુક્રવારના રોજ માન. કમિશ્નરશ્રીનાં અઘ્યક્ષ સ્થાને યોજાયેલ, સદર મીટીંગમાં સંબંધિત અધિકારીશ્રીઓની હાજરીમાં પ્રોજેકટોની સેફટી તેમજ માળખાગત સુવિધા અંગે ગહન ચર્ચા વિચારણાં કરી તથા કમિટીનાં ટેકનીકલ એક્ષપર્ટનાં વિગતવાર પ્રેઝન્ટેશનને ઘ્યાને લઇ રજુ થયેલ ૪પ મીટરથી વધુ ઉંચાઇનાં પ્રોજેકટોને મંજુરી આપવમાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા ઘ્વારા સેોપ્રથમ વાર વધુ ઉંચાઇના બાંધકામોની સેફટીની ગંભીરતાને ઘ્યાને લઇ મિટીંગમાં રજુ થયેલા પ્રોજેકટ અંગે કમિટિના ટેકનીકલ એક્ષપર્ટ એસ.વી.એન.આઇ.ટી. નું તથા પ્રોજેકટ સાથે સંકળાયેલ તમામ કન્સલ્ટન્ટનાં તેમનાં સંબધિત કાર્યક્ષેત્રને લગતાં આયોજન અંગે એન. ઓ. સી. રજુ કરાવ્યા બાદ જ રજુ થયેલા પ્રોજેકટને મંજુરી આપવામાં આવેલ છે.
સદર મિટીંગમાં મંજુર થયેલા પ્રોજેકટોનાં કારણે સુરત મહાનગરપાલિકાને અંદાજે રૂપિયા ૧૪૬ કરોડ જેટલી પેઇડ એફ.એસ.આઇ. ની આવક થશે, જે પૈકી આશરે રૂપિયા ૩૬ કરોડ જેટલી રકમ ચાલુ નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ માં જમાં થશે, જેને કારણે સુરત મહાનગરપાલિકાની ચાલુ નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ ની પેઇડ એફ.એસ.આઇ. ની આવક ૬૩૬ કરોડ જેટલી થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY