સુરતમાં ગુરુવારે અડધા શહેરમાં અને શુક્રવારે આંશિક પાણી કાપ

0
11

સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ ધ્વારા સાઉથ(ઉધના) ઝોન-એ આવેલ ખટોદરા જળવિતરણ મથક ખાતે સરથાણા વોટર વર્કસથી આવતી ૧૩ર૧ મીમી વ્યાસની એમ.એસ. નળીકા પરના ૧૪૦૦ મીમી વ્યાસનો બટરફલાય વાલ્વ રીપ્લેસ કરવાની કામગીરી, જુના બુસ્ટર હાઉસ સહિતની ભૂગર્ભ ટાંકી નં.-૦૧ ને ભૂગર્ભ ટાંકી નં.-૦૩ સાથેના ઈન્ટરકનેકશન પર ૧ર૦૦ મીમી વ્યાસનો બટરફલાય વાલ્વ બેસાડવાની કામગીરી, સરથાણા વોટર વર્કસથી આવતી ૧૩ર૧ મીમી વ્યાસની એમ.એસ. નળીકાના કતારગામ વોટર વર્કસથી આવતી ૧પર૪ મીમી વ્યાસની એમ.એસ. નળીકા સાથેના જોડાણ પર બંધ પ્લેટ મારવાની કામગીરી તેમજ ભૂગર્ભ ટાંકી નં.-૦ર ને ભૂગર્ભ ટાંકી નં.-૦૩ સાથેના ઈન્ટરકનેકશનની અગત્યની કામગીરી તા.ર૩/૦૩/ર૦ર૩ ના રોજ સવારે ૮ઃ૦૦ કલાકથી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે વિવિધ જળવિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરી શકાય તેમ ન હોય, તા.ર૩/૦૩/ર૦ર૩ ના રોજ સાઉથ(ઉધના) ઝોન-એ માં બમરોલી તેમજ ગોવાલકની સોસાયટીઓ, પાંડેસરા જી.આઈ.ડી.સી., ખટોદરા જી.આઈ.ડી.સી. તથા તેને સંલગ્ન વિસ્તાર, પૂર્વ (વરાછા) ઝોનમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, આઈમાતા રોડ તથા તેને સંલગ્ન વિસ્તાર, સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, નવાગામ(ડીંડોલી), રીંગ રોડને સમાંતર ટેક્ષાટાઈલ માર્કેટો, હળપતિ કોલોની, ડી ટેનામેન્ટ ગાંધીનગર, બેઠી કોલોની તથા તેને સંલગ્ન વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં દિલ્હીગેટ થી ચોક બજાર, રાજમાર્ગને સમાંતર વિસ્તારો, રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, અલકાપુરી, ગોટાલાવાડી તથા તેને સંલગ્ન વિસ્તાર તેમજ સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં સીવીલ હોસ્પિટલ, ભીમરાડ, ખજોદ, સરસાણા તથા સંલગ્ન વિસ્તાર, વેસુ, ભરથાણા, ડુમસ, ગવિયર, સુલતાનાબાદ, કાંદી ફળીયા, ભીમપોર તથા તેને સંલગ્ન વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો આપી શકાય તેમ નથી તેમજ તા.ર૪/૦૩/ર૦ર૩ ના રોજ સાઉથ(ઉધના) ઝોન-એ માં પાંડેસરા, પાંડેસરા જી.આઈ.ડી.સી., ઉધનાસંઘ, ખટોદરા જી.આઈ.ડી.સી. તથા તેને સંલગ્ન વિસ્તાર, પૂર્વ (વરાછા) ઝોનમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર, સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં મોડેલ ટાઉનથી પરવત પાટીયા સુધીનો વિસ્તાર, લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, આંબેડકર શોપિંગ સેન્ટર તથા તેને સંલગ્ન વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા અને તેની આજુબાજુના વિસ્તાર તેમજ સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં સીવીલ હોસ્પિટલ, અલથાણ, ભટાર, ખજોદ, સરસાણા તથા સંલગ્ન વિસ્તાર, વેસુ, રૂંઢ, મગદલ્લા, આભવા, ડુમસ, ગવિયર, સુલતાનાબાદ, કાંદી ફળીયા, ભીમપોર તથા તેને સંલગ્ન વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો અંશતઃ અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહીંવત મળવાની શકયતા રહેલી છે. જેની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે તથા નાગરીકોને સહકાર આપવા વિનંતી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY