સુરત. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગતરોજ દેશની અતિ મહત્વની યોજનાઓમાંથી એક પીએમ મિત્રા પાર્ક યોજના હેઠળ સાત રાજ્યોમાં પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. દેશના આ સાત રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકાનો સમાવેશ થાય છે. વડાપ્રધાને કરેલી જાહેરાત મુજબ ગુજરાતમાં સુરત પાસે આવેલા નવસારીના વાસી – બોરસી ખાતે એક પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતનો કાપડ ઉદ્યોગ સુરત નજીક પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્કને મંજૂરીની જાહેરાતની આતુરતાથી રાહ જોઇ રહયો હતો. હવે આ પાર્ક સુરત પાસે નવસારી ખાતે સ્થપાયા બાદ સુરતનો કાપડ ઉદ્યોગ વાયુવેગે આગળ વધશે, જેનાથી સુરતની વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી થશે. ગત વર્ષે પીએમ મિત્રા પાર્કની યોજના જાહેર કરાઇ હતી ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
આથી સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગ વતિ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરવામાં આવે છે તેમ વધુમાં ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"