સમગ્ર દેશ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ચિંતાનો વિષય એવી જમ્મુ કાશ્મીરના અતિ સંવેદનશીલ વિસ્તારની મુલાકાત કિરણ પટેલ પીએમઓના અધિકારી બતાવી ફરી રહ્યા હતાની વિગતો સામે આવતા સૌ માટે અને ખાસ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર સવાલ ઉભા કરે છે ત્યારે ભાજપ સરકાર અને પ્રધાનમંત્રીશ્રી દેશની જનતાને જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરી,લાલ ચોક ની પણ મુલાકાત લીધી, ઉરીની કમાન્ડ પોસ્ટ સુધી ફરી આવ્યા અનેક અધિકારી સાથે બેઠક થઈ. કોંગ્રેસ પક્ષ – દેશની જનતાનો પ્રશ્ન છે કે કિરણ પટેલને ઓળખી કેમ ન શકયા? ઓળખકાર્ડમાં પોસ્ટ બતાવી તેની ચકાસણી કેમ ન થઈ? ઝેડ પ્લસ સિકયોરિટી માટે નિતિ નિયમ હોય છે. કોના આશીર્વાદ થી સિકયોરિટી સાથે ફરતા? જમ્મુ અને કાશ્મીર માટે મોટા દાવા કરતી સરકાર કેવી કે જે કનફોર્મ ન કરી શકે. નકલી પીએમઓ અધિકારી સંવેદનશીલ વિસ્તારમાં સત્તાવાર મુલાકાત તો કરે નકલી પીએસઆઈ કરાઈમાં ટ્રેનિંગ લઈ લે અને હવે આ કિસ્સો સામે આવ્યો, આટલી મોટી ચૂક કેમ થાય? કેન્દ્ર સરકાર જવાબ આપે.
ઠગ કિરણ પટેલના અનેક ભાજપ નેતા સાથે ફોટા છે,આ ફોટોગ્રાફ કિરણ પટેલના વેરીફાઈડ સોશિયલ મિડિયા એકાઉન્ટ પર મુકેલ છે. અધિકારીની ગોઠવણ કે પદાધિકારીઓની મિલીભગત-ગોઠવણ છે? એ વાત તો ચોક્કસ છે કે આ રાષ્ટ્રીય સુરક્ષામાં ગંભીર ચૂક છે. ગૃહ મંત્રાલયની મદદ વગર ઝેડ પ્લસ સિકયોરિટી કેમ મળે તેનો જવાબ આપવો જોઈએ. અહીં સુરક્ષાના નામે કોન્સ્ટેબલ ન મળે અને કિરણ પટેલને ઝેડ પ્લસ સિકયોરિટી મળી રહી છે. આ ઠગ છે કે આખી ગોઠવણ હતી? આ મોટી ચૂક છે. બેદરકારી છે. ભાજપને પૂછવા માંગીએ છીએ કે મજબૂત સરકારની વાતો કરતી ભાજપ સરકાર લોકોને સુરક્ષા આપવા માંગે છે કે આવા નકલીને ઓળખકાર્ડ આપવા માંગે છે? આ તમામ વિગતોના ખુલાસાઓ થવા જોઈએ તે જરૂરી છે. કિરણ પટેલના સોશિયલ મીડિયામાં તમામ વિડીઓ છે તપાસ થવી જોઈએ. આ કોઈ વિશેષ જવાબદારી હતી કે નકલી વ્યવસ્થા હતી ભાજપ જવાબ આપે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"