સુરત કલેકટર અધ્યક્ષ સ્થાને ડીઍલસી કમિટિની બેઠક મળી

0
12

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટીની કામગીરીની સમીક્ષા માટેની બેઠક યોજાઈ હતી. જેમાં નેશનલ તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત કરેલી દંડની વસૂલાત, જનજાગૃત્તિ પ્રવૃત્તિઓ અને સ્કૂલ પ્રોગ્રામ બાબતે સમીક્ષા કરી કલેક્ટરશ્રી દ્વારા ભવિષ્યમાં કરવાની કામગીરીને અનુલક્ષીને ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ પટેલ, જિલ્લા આર.સી.એચ.ઓ ડૉ. પિયુષ શાહ તેમજ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY