નેશનલ પ્રોગ્રામ ઓન કલાઈટમેન્ટ ચેન્જ ઍન્ડ હયુમન હેલ્થની સમિક્ષા

0
9

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, સંચારી રોગ અટકાયત તેમજ નેશનલ પ્રોગ્રામ ઓફ કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની કામગીરી અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ ૨૦૨૨ અંતર્ગત કોવિડ-૧૯, ઁ૩ગ્દ૨ વાયરસ, લેપ્ટોસ્પાયરોસીસ, સિઝનલ ફ્લૂ તેમજ દૂષિત પાણીજન્ય રોગોમાં નોંધાયેલા કેસો અને સંચારી રોગોના અટકાયતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ઉનાળાની શરૂઆતથી જ હિટ વેવના લક્ષણો અને તેના ઉપાય અંગે લોકજાગૃતિ, પ્રચાર-પ્રસાર કરવા અંગે કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શન અને યોગ્ય સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ પટેલ,જિલ્લા આર.સી.એચ.ઓ ડૉ. પિયુષ શાહ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY