સુરત શહેરના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમરની રાહબરી હેઠળ અને ના.પો.કમિ.(વહિવટ અને મુખ્ય મથક) શ્રીમતી સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે ‘નિરામય ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૫૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓએ હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડનીને લગતા રોગોના નિદાન અને સારવારનો લાભ મેળવ્યો હતો.
કેમ્પમાં સુરત સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ અને ઈન્ડિયા રિનલ ફાઉન્ડેશન-સુરતના ચેરમેનશ્રી શરદ કાપડીયા, શહેરના જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો.દીપક તમાકુવાલા, છાંયડો ટ્રસ્ટ-સુરતના પ્રેસિડેન્ટશ્રી ભરતભાઈ શાહે ઉપસ્થિત રહીને તમામ અધિકારી/કર્મચારીઓને સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી અને નાની નાની કાળજીઓ રાખીને કઈ રીતે મોટા રોગોથી બચીને જીવન સ્ફુર્તિમય જીવી શકાય એ બાબતે માર્ગદર્શન આપી જાગૃત્ત કર્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"