સુરત શહેરમાં આયોજિત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણમેળો વલસાડના ખેડૂત નિકુંજભાઈ ઠાકોરને ફળ્યો છે, કારણ કે તેમણે પાંચ દિવસમાં રૂ.૨.૫ લાખનું કૃષિપેદાશોનું વેચાણ કર્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આત્મા એવોર્ડથી સન્માનિત નિકુંજભાઈએ જણાવ્યું કે, ૨૦૦૭થી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. સરકારે વેચાણમેળા થકી ખૂબ સફળ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અમે ખેતી સાથે પાકોનું વેલ્યુએડીશન પણ કરીએ છીએ. જેમાં કેરીમાંથી રસ, શેરડીમાંથી ગોળ, હળદરમાંથી હળદરનો પાવડર બનાવી વેચાણ કરીએ છીએ. જેનું અમને બમણી આવક થાય છે, પ્રાકૃતિક ખેતીની સાથે પાકોનું વેલ્યુએડિશન તરીકે કરવામાં આવે તો આવક બમણી થશે એવો મત વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, અમે ઔષધિ પાક લઈએ છીએ, જેમાં ડાયાબિટીસ અને એસિડિટીના પાવડર, હળદર, આદુ, ચણા, મગ, અને દાળનું બજારમાં વેચાણ કરવાથી સારો એવો નફો મળે છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સરકાર ખૂબ મદદરૂપ થઈ રહી છે. આજે યુવાનો ખેતીથી દૂર ભાગી રહ્યા છે, પણ યુવાઓ ખેતીને વ્યવસાય તરીકે અપનાવી વેલ્યુએડીશન કરશે તો સફળતા સાથે આર્થિક ઉન્નતિના દ્વાર અવશ્ય ખૂલશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"