અંગદાન જન જાગૃતિ માટે સિવિલના ર્નસિંગ સ્ટાફ દ્વારા યોજાયેલી રેલી

0
7

‘અંગદાન..મહાદાન’ જનજાગૃતિ અભિયાન અંતર્ગત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ડો.દિલીપભાઈ દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો, ર્નસિંગ સ્ટાફ, સિવિલ હોસ્પિટલની ર્નસિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્વયંસેવકો દ્વારા મહારેલી યોજાઈ હતી. અંગદાન જાગૃત્તિના પ્લેકાર્ડ સાથે અંગદાનના સૂત્રોચ્ચારથી લોકોને જાગૃત્ત કરાયા હતા.
આ પ્રસંગે તબીબ અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે લોકો જાગૃત્ત થઈ રહ્યા છે, ત્યારે સુરત પણ રક્તદાન, નેત્રદાન તેમજ અંગદાનમાં અગ્રેસર થઈ રહ્યું છે. સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં અંગદાન પ્રવૃત્તિ થઈ રહી છે. અંગદાન જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં નવી રોશની લાવે છે.
શ્રી ગોવેકરે કહ્યું કે, હોસ્પિટલોમાં દર્દીઓની સૌથી નજીક તબીબ અને ર્નસિંગ સ્ટાફ જ હોય છે. ત્યારે અંગદાનમાં તબીબ અને ર્નસિંગ સ્ટાફની સરાહનીય કામગીરીથી જરૂરિયાતમંદ દર્દીઓને અંગો મળતા તેમના જીવનમાં ઉજાસ ફેલાયો છે. ઈશ્વર માનવીને જીવન આપે છે અને તબીબ જરૂરીયાતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેને જીવ બચાવીને નવજીવન આપે છે. બ્રેનડેડ વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેની આજીવન સ્મૃત્તિ સાચવવા અને તેમના જીવનમાં રંગો પૂરવા અંગદાનનો સંકલ્પ લઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, છેલ્લા ચાર મહિનામાં સમગ્ર ગુજરાતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી સૌથી વધુ કિડની, લીવર, સ્વાદુપિંડ, હાથ અને આંખ મળીને ૧૯ અંગદાન થયા છે, જેમાં ગુજરાતના ૬૫ જેટલા વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ રેલીમાં ર્નસિંગ એસો.ના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નિલેશ લાઠીયા, વિભોર ચુગ, જગદીશ બુહા, ચેતન આહીર સહિત ર્નસિંગ સ્ટાફ તેમજ સ્વયંસેવકો અને જાગૃત્ત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY