પિંજરતની કોસ્ટલ ઍરિયાની ક્રિટીકલ ઝોનની જમીન ફાળવણી પર રોક લગાવો

0
12

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે એખ અખબારી યાદીમાં જણાવ્યું છે કે મોજે. પીંજરત,તા.ઓલપાડ, જી.સુરતની બ્લોક નંબર ૧૮૫૪, ૧૯૪૭, ૧૯૪૮ અને ૧૯૫૨ વાળી સરકારી જમીન
કે જે તથા મોજે. પીંજરતની બિન નંબરી સરકારી જમીન કે જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન ઉપર “ક્રિટીકલી વલનરેબલ કોસ્ટલ એરિયા (ઝ્રફઝ્રછ)” તરીકે ચીનહિત હોઈ ભવિષ્યમાં પર્યાવરણને ખૂબ જ નુકશાન કરતાં હોવાથી સદર ફાળવણીની પ્રક્રિયા અટકાવવા અંગે કેન્દ્ર સરકારના વિવિધ સંબંધિત વિભાગોમાં કરેલ ફરિયાદ અન્વયે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી સદર બાબત ગંભીર હોય યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરેલ છે.
મોજે. પીંજરત અને આજુબાજુના કૂંડા, ધનસેર, છીણી, માયુ, પીંજરતની રાંગ, નાના ખોસાડીયા અને મોટા ખોસાડીયા તેમજ આસપાસના ગ્રામજનો કે જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું અને પોતાના પરિવારનું જીવન નિર્વાહન કરતા આવેલ છે. મોજે.પીંજરત, તા.ઓલપાડ ગામમાં સરકારી રવેન્યુ નંબર વાળી અને બિન નંબરી સરકારી ખાર ખરાબાની જમીનો આવેલ છે આ જમીન પૈકી આશરે ૫૩પર વિઘા જમીન ખાનગી કંપનીઓએ મીઠાના ઉધોગ માટે ફાળવવા માટેની તજવીજ સુરતના વહીવટીતંત્રમાં ચાલી રહી હતી. ઉપરોક્ત વિષયમાં જણાવેલ પીંજરત ગામનાં બ્લોક નંબર અને બિન નંબરી સરકારી જમીન વાળી જમીન દરિયાઈ હાઈ ટાઇડ (ભરતી-ઓટ) વાળી જમીનો છે. ભરતી ઓટ નો વિસ્તાર હોવાથી સ્થાનિક ગરીબ હળપતિ અને બીજા માછીમારો કે જે નેવટા /કરચલા અને બીજી માછલીઓ કાદવ કીચડમાં પકડી પોતાના જીવનનું ગુજરાત ચલાવે છે. જેથી ખેડૂતો ઉધોગના પ્રદૂષણથી પાયમાલ ન બને અને ગરીબ હળપતિ, આદિવાસી માછીમારો બેકાર ન બને અને તેઓની રોજીરોટી ન છીનવાઇ તેમજ આ તમામ જમીન સી.આર. ઝેડ. વિસ્તારમાં આવેલ હોય અને મેનગૃવસના સંરક્ષણને લઇ તેમજ પર્યાવરણીય અસરોને ધ્યાને રાખીને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયમાં તાઃ ૩૧/૦૩/૨૦૨૩ ના રોજ ફરિયાદ કરેલ હતી.
ઉપરાંત, સર્વે નંબર ૧૯૪૮ કે જે ક્રિટીકલી વલનરેબલ કોસ્ટલ એરિયા (ઝ્રફઝ્રછ) ની હદમાં આવેલ છે. જે પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરવાથી પર્યાવરણને નુકશાન થાય એમ છે. તેમજ સર્વે નંબર ૧૯૫ર કે જ્યાં તેના ખાડીની એક ટ્રિબ્યુટરી વહે છે તે પણ મીઠાના આગરો બનતા બંધ કરવામાં આવશે અને વરસાદી ઋતુમાં પાણી નિકાલની સમસ્યાઓ ઊભી થશે જે પીંજરત તેમજ આસપાસના ગામલોકોને ભોગવવાનો વારો આવશે. આમ, ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયમાં તાઃ ૩૧/૦૩/૨૦૨૩ ના રોજ કરેલ
ફરિયાદ અન્વયે તાઃ ૦૭/૦૩/૨૦૨૩ ના રોજના પત્રથી મંત્રાલય દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સભ્ય સચિવ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટીને અરજ કરેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY