મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાતના ઉદ્યોગ માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે

0
12

માન. નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ભારતના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ સરકાર દરેક ઉદ્યોગને પ્રોત્સાહિત નીતિઓ સાથે નિર્ણયો પણ ઝડપથી લઈને કાર્ય કરી રહી છે. વિશેષ કરીને માન. પ્રધાનમંત્રીશ્રીના વિઝન ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન વિઝન ઉપર આધારિત ૭ પી એમ મિત્ર મેગા ટેક્ષટાઈલ પાર્કની સ્થાપના માટે આજરોજ નોટિફિકેશન બહાર પડતા એ વાત સત્ય સાબિત થઈ છે. ઉલ્લેખનીય છે કે ડબલ એન્જિનની એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભાજપની સરકાર હોવાને કારણે દર્શનાબેન જરદોશના પ્રયાસો અને ગુજરાત સરકારની પ્રોએક્ટિવ પોલિસી અને માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની દૂરંદેશીને કારણે ઝડપથી નિર્ણયો લઈ ટેક્ષટાઈલ પોલીસી બનાવવામાં આવી અને ફંડની પણ ફાળવણી બજેટમાં કરવામાં આવી જેના પરિણામ સ્વરૂપ આજે નોટિફિકેશન બહાર પડવાને કારણે હવે એ યોજના જમીન પર ઉતરવાથી વિશેષ કરીને ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગને માટે વિકાસની નવી તકો ઉભી થશે. જે બદલ કેન્દ્રના ટેક્ષટાઈલ અને રેલવેના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશએ કેન્દ્ર સરકારના ટેક્ષટાઈલ મંત્રીશ્રી પિયુષજી ગોયલ અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નો પણ આભાર માણવા સાથે અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત ખાતે વાંસી બોરસી મુકામે ૧૧૪૨ એકરમાં તૈયાર થનાર મેગા ટેક્ષટાઇલ પાર્કમાં ટેક્ષટાઇલ ઉદ્યોગને લગતી મહત્વની પ્રવૃતિઓ જેવીકે, ડાઈંગ પ્રિન્ટિંગ, વિવિગ, સ્પીનીંગ, ટેક્ષચ્યુરાઈઝીંગ, પેકેજિંગ, વેલ્યુએડિશન, ટેકનિકલ ટેક્ષટાઈલ, મશીનરી મેન્યૂ ફેકચ્યુરિંગ જેવી મહત્વની પ્રવૃત્તિઓ થશે. સમગ્ર દેશમાં દક્ષિણ ગુજરાતમાં વિશેષ કરીને સુરતમાં મેન મેડ ફાયબર તેમજ વાતાવરણ ટેક્ષટાઈલના અન્ય આયામો માટે પણ ખૂબ અનુકૂળ હોવાથી ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગ માટે આ પાર્ક સંજીવની સાબિત થશે. અંદાજે ૧૫ હજાર કરોડનું રોકાણ અને ૫૦ હજાર લોકોને રોજગારીની તકો ઊભી થશે. આ યોજનામાં ટેક્ષટાઈલ યુનિટોને સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર લગભગ ૩૦૦ કરોડ રૂપિયાની ઝ્રૈંજી રકમ આપશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY