સુરતમાં બિન ખેતીની પરવાનગી માગતી ૩૯૬૩ અરજીઓ મંજૂર

0
7

વિધાનસભા ગૃહ ખાતે સુરત જિલ્લામાં બિનખેતી માટે મળેલ અરજીઓ અંગે પૂછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨માં બિનખેતીની પરવાનગી માંગતી કુલ ૬૪૩૬ અરજીઓ મળી હતી. જે પૈકીની ૩૯૬૩ જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
આ અંગે વધુ વિગતો આપતા મંત્રી શ્રી રાજપૂતે ઉમેર્યું હતું કે, ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ બિનખેતી પરવાનગી માટે મળેલી અરજીઓ પૈકીની ૬૯૨ અરજીઓ પેન્ડિંગ હતી. જેમાંથી હાલ સુધીમાં ૬૫૩ અરજીઓનો નિકાલ કરવામાં આવતા માત્ર ૩૯ અરજીઓ જ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ અરજીઓમાંથી કોઈપણ અરજી છ માસથી ઉપરના સમયથી પેન્ડિંગ નથી. આ અરજીઓનો પણ સત્વરે નિકાલ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY