દક્ષિણ ગુજરાતમાં માવઠા સાથે કરા પડતા તાપમાનમાં સતત ઘટાડો

0
8

સુરતમાં આજે શનિવારે સવારે સૂર્ય દેખાતા હાલ તો સ્વચ્છ વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ સાથે કરા પડી રહ્યા છે અને તેથી જ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ ચાર દિવસથી કમોસમી વરસાદને પગલે સતત તાપમાન ઘટી રહ્યું છે. દરમિયાન આજે શનિવારે સવારે સુરતમાં લઘુત્તમ તાપમાન વધુ ઘટીને ૨૨.૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી જળવાયેલુ છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા નોંધાવા સાથે પૂર્વ દિશા તરફથી બે કિમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવતી કાલે રવિવાર સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY