સુરત-ઓલપાડને જોડતા મહત્વના બ્રિજનું રવિવારે સાંજે લોકાર્પણ

0
11

સુરત અને ઓલપાડને જોડતા મહત્ત્વપૂર્ણ સરોલી બ્રિજનું આવતીકાલે રવિવારે લોકાર્પણ કરવા સાથે જ સુરતમાં ૧૧૯મો પુલ કાર્યરત કરી દેવાશે. સરોલી બ્રિજના લોકાર્પણ સમારંભમાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલ હાજરી આપશે.
ઓલપાડ-સરોલી બ્રિજનું કાર્ય ઘણાં સમયથી સંપન્ન થઈ ગયું છે. પરંતુ મોટા નેતાઓના સમયના અભાવે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવતું ન હતું. હવે કાલે બ્રિજનો લોકાર્પણ સમારંભ આયોજીત કરાયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાશે. જ્યારે રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ વિધિ કરવામાં આવશે. રવિવારે બપોરે ચાર કલાકે સરોલી બ્રિજ ખાતે જ લોકાર્પણ વિધિ કરવામાં આવશે. રવિવારથી જ સરોલી બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાશે. સરોલી-ઓલપાડને જોડતા બ્રિજનું લોકાર્પણ થતાં હજારો વાહનચાલકો હાશકારો અનુભવશે. સુરત અને ઓલપાડ વચ્ચે પ્રતિદિન અવરજવર કરી રહેલા વાહનચાલકોને જૂના અને ખખડધજ બ્રિજના વપરાશમાંથી છુટકારો મળશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY