સુરત-કામરેજ રોડ પર અજાણ્યા વાહને ઉડાવી દેતા યુવકનું મોત

0
8

સુરતથી કામરેજ તરફ જતા રોડ ઉપર સ્કાય બ્લુ શોપિંગ સેન્ટર પાસેના જાહેર રોડ પર કામરેજના યુવકની બાઈકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જેમાં યુવકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના નાગધણીબા ગામના વતની અને હાલ કામરેજ વિસ્તારમાં આવેલા કેનાલ રોડ નજીક રામનગર સોસાયટી ખાતે રહેતા ૨૩ વર્ષિય કેવલભાઈ ધારાભાઈ ભરવાડ ખાનગી કંપનીમાં નોકરી કરીને પત્ની સહિત એક પુત્રી સાથે રહેતા હતા. કેવલ ૧૬ માર્ચના રાત્રી દરમિયાન નોકરીએથી ઘરે બાઈક મારફતે પરત આવી રહ્યો હતો, તે દરમિયાન સુરતથી કામરેજ તરફ જતા રોડ પર સ્કાયબ્લુ શોપિંગ સેન્ટરની સામેના જાહેર રોડ પર અજાણ્યા વાહન ચાલકે તેની બાઈકને ટક્કર મારી હતી. જેમાં બંને વચ્ચેના અકસ્માતમાં કેવલ લોખંડની રેલિંગ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આ બનાવને મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY