શો રૂમમાંથી ટેસ્ટ ડ્રાઈવ માટે રેન્જ રોવર કાર બહાર કઢાતા અકસ્માત

0
12

ડુમસ રોડ સેન્ટ્રલ મોલ ની બાજુમાં આવેલા રેન્જ રોવર કાર શો રૂમમાંથી ૮૮ લાખની રેન્જ રોવર ઇવોક કારની ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન મોટા વરાછાના યુવકે શો રૂમમાંથી બહાર કાઢતી વેળા અકસ્માત કરી દેતા કારમાં રૂ.૧૦ લાખનું નુકશાન થયું હતું.
ડુમસ ડીએસપી સ્કૂલ પાસે આવધ કેરોલિના સોસાયટીમાં રહેતા આકાશ સુનીલ શાહ ડુમ્મસ રોડ સેન્ટ્રલ મોલ પાસે નવજીવન લક્ઝરીયા કારસના જેગુઆર અને લેન્ડ રોવર ફોરવીલ કંપનીના શોરૂમમાં યુઝ કાર મેનેજર છે. ગઈકાલે બપોરે મોટા વરાછા રામ ચોક પાસે સાઈ દર્શન સંકુલમાં રહેતો રોનક દિલીપ ચોવટીયા આકાશ શાહના શોરૂમમાં આવ્યો હતો ત્યાં પોતાને રેન્જ રોવર ઈવોક કાર ખરીદવાની રોનકે વાત કરી હતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે પણ કાર માંગી હતી જેથી કંપની દ્વારા રેન્જ રોવર કાર ટેસ્ટ ડ્રાઈવ માટે ચોવટીયાને આપી હતી. રોનક ચોવટીયાએ કારને શોરૂમમાંથી ફુલ સ્પીડે અને ગફલત ભરી રીતે બહાર કાઢતા શોરૂમની બહાર સર્વીસ રોડ કુદાવી દીધો હતો અને ફૂટપાથ પર પાર્ક કરેલી બે કારને પણ ટક્કર મારી હતી ૮૮ લાખની રેન્જ રોવર કારમાં દસ લાખનું નુકશાન કરી નાખ્યું હતું. આ અંગે મેનેજર દ્વારા રોનક ચોવટીયા સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY