ત્રીજા માળની પાલક પરથી નીચે પટકાતા કડિયા શ્રમિકનું મોત

0
13

અમરોલી મોટા વરાછા ખાતે બંધાતી મિલકતમાં ત્રીજા માળે પાલક પરથી પટકાતા આધેડનું મોત નીપજ્યું હતું. નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા અકસ્માતે પડી ગયેલા કડિયાનું મોત થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૌરાષ્ટ્રના વતની અને હાલ અમરોલી છાપરાબાટા રોડ વૃંદાવન હાઇટ્સ ખાતે રહેતા નરોત્તમ સવજીભાઈ ચોટલીયા ઉંમર વર્ષ ૫૬ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા હાલ તેઓ મોટા વરાછા મહારાજ ફાર્મ હાઉસ પાસે રિવર પેલેસ નજીક ત્રીજા માળ ે બંધાતી મિલકતમાં પાલક ઉપર ચડી કડિયા કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ પાલક પરથી નીચે ફટકાયા હતા જેમાં તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી ખાનગી હોસ્પિટલમાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY