ઉત્રાણ પાવર હાઉસના બિન ઉપયોગી બે ભૂંગળા કંટ્રોલ બ્લાસ્ટથી તોડી પડાશે

0
8

ઉત્રાણ ગેસ પાવર સ્ટેશન ખાતે આવેલા બે ગેસ પાવર યુનિટો પૈકી ૩૦ વર્ષ જૂના યુનિટ (ભૂંગળું) મંગળવારના રોજ આધુનિક પદ્ધતિથી તોડી પાડવામાં આવશે. એવું જીઈબીના સેફ્ટી એડવાઈઝર એલ. આર. પટેલે એક ટેલિફોનિક વાર્તામાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્રાણ પાવર હાઉસ ખાતે ગેસ પાવર સ્ટેશન છે. આ પાવર સ્ટેેશન ખાતે બે યુનિટો (ભૂંગળા) આવેલા છે. આ બે યુનિટો પૈકી એક યુનિટની ઊંચાઈ ૮૫ મીટર એટલે કે ૨૫૦ ફૂટથી પણ વધારે ઊંચાઈ છે. ૧૯૯૩માં આ યુનિટની શરૂઆત થયા બાદ ૩૦ વર્ષ જૂનું આ યુનિટ થઈ ગયું છે અને આ યુનિટ જૂનું થઈ ગયેલું હોય તેને તોડવા માટેની પ્રાથમિક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ યુનિટને તા. ૨૧મી માર્ચ મંગળવારના રોજ આધુનિક પદ્ધતિથી (કંટ્રોલ બ્લાસ્ટ) વડે ડિમોલીશન કરવામાં આવશે. કૈલાશ મેટલ કોર્પોરેશનને આરસીસી કુમિંગ ટાવર તોડવાની કામગીરી સોંપવામાં આવી છે.
સેફ્ટી એડવાઈઝર એલ. આર. પટેલે જણાવ્યું હતું કે, કંટ્રોલ બ્લાસ્ટ વડે જ્યારે આ કુમિંગ ટાવરને તોડવામાં આવશે ત્યારે તેનો અવાજ સામાન્ય કરતા થોડો જુદો જ અને પવનની ગતિ અને દિશા પ્રમાણે તેનો ડસ્ટ એક કિમી સુધી ફેલાઈ શકે છે. ૨૧મી માર્ચ મંગળવારના રોજ સવારે ૧૧થી ૧૧.૩૦ વચ્ચે આ યુનિટ તોડી પાડવાાં આવશે. એ દરમિયાન એક કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોએ બારી-બારણા બંધ રાખવા અને જરૂર પડે તો માસ્ક પહેરવાની પણ અપીલ કરવામાં આવી છે. આ યુનિટ ૨૦૧૭થી બંધ હાલતમાં પડેલ છે અને ૩૦ વર્ષથી આ યુનિટ બંધ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY