સાદગીપૂર્ણ લગ્ïનોનું સંત નિરંકારી સામૂહિક લગ્ન સમારોહ

0
13

૭૭ યુગલો લગ્નના સૂત્રમાં બંધાયા જેમાં ગુજરાતના દંપતિઓનો પણ સમાવેશ
સુરત, ૩, નવેમ્બર-૨૦૨૩ નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં આજરોજ સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખા ખાતે બનાવવામાં આવેલ વિશાળ પંડાલમાં હજારો નિરંકારી ભક્તોની હાજરીમાં દેશ અને વિદેશથી આવેલ ૭૭ નવ વિવાહિત દંપતિઓ પરિણય સૂત્રના પવિત્ર બંધનમાં બંધાયા હતા.
સદગુરૂ માતાજીએ ગૃહસ્થ જીવનમાં ભક્તિને જીવનનું અંગ બનાવી જીવન જીવવાનો આર્શિવાદ આપ્યો હતો.દાંપત્યજીવનની શરૂઆત કરવા અને સુખમય જીવન જીવવા માટે તેમના પરીવારના સદસ્યોને પણ શુભકામના પાઠવી હતી.નિરંકારી રાજપિતાજીના ભાઇ રોહન ચાંદનાજીનું લગ્ન યુનાઇટેડ કિંગડમથી આવેલ પૂર્વા સાહની સાથે નિરંકારી સામૂહિક લગ્ન સમારોહમાં સાદગીપૂર્વક સંપન્ન થયું હતું.
આ સાધારણ રીતિ-રિવાજમાં પારમ્પારિક જયમાળાની સાથે સાથે નિરંકારી વિવાહનું વિશેષ ચિન્હ તથા વર-કન્યાને જોડતી વરમાળા સંત નિરંકારી મિશનના પ્રતિનિધિયો દ્વારા પહેરાવવામાં આવી હતી.આ પ્રસંગે વર-કન્યા દ્વારા લેવામાં આવતી પ્રતિજ્ઞાઓ(લાવોં) ગાતી વખતે સદગુરૂ માતાજીએ વર-વધૂ ઉપર પુષ્પ-વર્ષા કરીને પોતાના દિવ્ય આર્શિવાદ આપ્યા હતા.તેમની સાથે સાથે સમગ્ર સાદ્ય સંગત,વર-કન્યાના સબંધિત સગા-વહાલાંએ પણ પુષ્પવર્ષા કરી હતી.નિશ્ચિંતરૂપે આ એક અલૌકિક દ્રશ્ય હતું.
આજના આ શુભ અવસરે સમગ્ર ભારતવર્ષના અલગ-અલગ રાજ્યો તથા દૂર દેશોથી લગ્ન માટે કુલઃ૭૭ યુગલો સમ્મિલિત થયા હતા જેમાં મુખ્યત્વે દિલ્હી ગુજરાત હરિયાણા હિમાચલ-પ્રદેશ મહારાષ્ટ મધ્યપ્રદેશ ઓડિશા પંજાબ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ રાજ્ય તથા વિદેશમાંથી યુ.એ.આઇ. ઇંગ્લેન્ડ વગેરે દેશોના યુગલો હતા.સામુહિક લગ્ન બાદ તમામના માટે ભોજનની વ્યવસ્થા સંત નિરંકારી મિશન દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY