સુરતના બજારમાં ફોક્સવેગનની ઉપસ્થિતિએ ઉલ્લેખનીય વિસ્તરણ સાથે અનેરી સફળતા પ્રાપ્ત કરી છે. આ તહેવારોની સીઝન દરમિયાન, ગ્રુપ લેન્ડમાર્ક ફોક્સવેગન ડીલરશીપ (ઓટોમાર્ક મોટર્સ) એ ૧૦૦+ કારની ડિલિવરી કરીને નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ ગ્રૂપ લેન્ડમાર્કમાં સુરતના લોકોના વધતા વિશ્વાસનું પ્રમાણ છે.
ગ્રુપ લેન્ડમાર્કના એક્ઝિકયુટિવ ડિરેક્ટર આર્યમન ઠક્કરે જણાવ્યું હતું કે, ૧૦૦+ કારની ડિલિવરી એ સુરતમાં ફોક્સવેગનની વધતી જતી લોકપ્રિયતાનું પ્રમાણ છે. ગ્રુપ લેન્ડમાર્ક અસાધારણ ઓટોમોટિવ અનુભવો આપવા માટે સમર્પિત છે અને તેઓ સુરતના લોકો દ્વારા આપવામાં આવેલ વિશ્વાસ અને સમર્થન માટે ખરેખર તેમના આભારી છે.
સુરતના લોકોના અતૂટ વિશ્વાસ અને સમર્થન માટે કંપની તેમની આભારી છે. બજારમાં ફોક્સવેગન કારની માંગ સતત વધી રહી હોવાથી, ડીલરશીપ બુકિંગમાં વધારાની અપેક્ષા સાથે વધુ વૃદ્ધિ માટે તૈયાર છે. આ માઇલસ્ટોન અસાધારણ ઓટોમોટિવ અનુભવો પ્રદાન કરવા માટે ડીલરશીપના સમર્પણ અને સુરતના મૂલ્યવાન ગ્રાહકો પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"