તા. ૬ઍ પલસાણામાં જિલ્લા કક્ષાનો આયુષ મેળાનું આયોજન

0
21

સુરત જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩ અંતર્ગત તા.૬/૧૧/૨૦૨૩ના રોજ સવારે ૯.૦૦ વાગે પલસાણા તાલુકાની મણીબા આહિર સમાજની વાડી ખાતે જિલ્લાકક્ષાના આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયના પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિ.પં.ઉપપ્રમુખ રોહિત પટેલ તથા આયુષના તજજ્ઞો ઉપસ્થિત રહેશે.
આ મેળામાં આયુષ મેળામાં વિનામૂલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાંતો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ તથા વિવિધ રોગોમાં લાભકારી પંચકર્મ ચિકિત્સા અંગે માર્ગદર્શન અને ગુણકારી ઔષધો દ્વારા સારવાર કરવામાં આવશે. આયુષ મેળામાં આયુર્વદે અને હોમિયોપથી પધ્ધતિ દ્વારા ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાયરોઈડ, ચામડીના રોગો, સાયટિકા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તથા માનસિક રોગો, સ્ત્રીઓના રોગોની સચોટ નિદાન અને સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત મર્મ ચિકિત્સા, અગ્નિકર્મ ચિકિત્સાની સારવાર તેમજ મિલેટ્સ પ્રદર્શન, હોમિયોપથી ચિકિત્સા પ્રદર્શન કરવામાં આવશે. મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લેવા સુરત જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY