સુરત આરટીઓ દ્વારા બાઈકના પસંદગીના નંબરોની ઈ હરાજી

0
15

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા મોટર સાયકલના ય્ત્ન-૦૫ ઁેં સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૦૮ થી ૧૦ નવેમ્બર રોજ સુધી થશે. જ્યારે હરાજી તા.૧૦ થી ૧૨ નવેમ્બર દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી રંંૅઃ/ૅટ્વિૈદૃટ્વરટ્વહ.ર્ખ્તદૃ.ૈહ/કટ્વહષ્ઠઅ પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (મ્ટ્વજી ઁિૈષ્ઠી) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે ઇમ્ૈં દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના તે જ ખાતામાં જીમ્ૈં ઈ-ઁછરૂ દ્વારા પરત કરવામાં આવશે એમ સુરતના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY