સુરતમાં લઘુત્તમ તાપમાનમાં સવારે ફરી દોઢ ડિગ્રીનો વધારો

0
13

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો-ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન આજે શનિવારે સવારે સુરતના લઘુત્તમ તાપમાનમાં ફરીથી દોઢ ડિગ્રી જેટલો વધારો નોંધાવા પામ્યો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ, આજે શનિવારે સવારે લઘુત્તમ તાપમાન વધીને ૨૩.૮ ડિગ્રી નોંધાયું છે. જે ગઈકાલે સવારે ૨૨.૩ ડિગ્રી હતું. એટલે કે, ગઈકાલના પ્રમાણમાં આજે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધીને નોંધાયું છે. જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી જળવાયેલું છે.
સુરતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૨ ટકા નોંધાયું છે અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી બે કિમીની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે. સુરતના લોકો શિયાળાના આગમનની પ્રતિક્ષા કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં તાપમાન વધી ગયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY