સુરતના ૫૦૦ દુકાનવાળી માર્કેટમાં ૫ કેસ આવતા કરાશે ૧૪ દિવસ માટે બંધ

0
54

સુરત,તા.૧૦
શહેરની ટેક્સટાઈલ માર્કેટ માટે કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં ૧૦૦ દુકાનોવાળી માર્કેટમાં ૨ કેસ, ૫૦૦ દુકાનોવાળી માર્કેટોમાં ૫ કેસ અને ૫૦૦થી વધુ દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના ૧૦ કેસ મળશે તો ૧૪ દિવસ માટે માર્કેટ સીલ કરાશે. સુરત મહાનગર પાલિકા દ્વારા ટેક્સટાઈલ માર્કેટ માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ નોશ ઉપરાંત સેનિટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટ સોમવારથી શુક્રવાર જ ચાલુ રાખી અને શનિવાર અને રવિવારે માર્કેટ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈનમાં ૧૦૦ દુકાન ધરાવતી માર્કેટ હોય તેમાં બે કે તેથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવે તો માર્કેટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે. જ્યારે ૫૦૦ દુકાન સુધીની માર્કેટમાં પાંચ અને ૫૦૦થી વધુ દુકાનવાળી માર્કેટમાં ૧૦ કે તેથી વધુ કેસ આવે તો માર્કેટ ૧૪ દિવસ બંધ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈજ લાઈનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો, તેનો અમલ કરવામાં ન આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે માર્કેટ પણ બંધ કરાવી દેવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY