૧૦ વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર નરાધમને ૫ વર્ષ કેદની સજા

0
110

સુરત,તા.૧૦
શ્રમજીવી પરિવારની ૧૦ વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ કરનાર આરોપી સામેનો કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને પાંચ વર્ષની કેદ કરવામાં આવી છે. શહેર નજીકના એક ગામડામાં રેતા શ્રમજીવી પરિવારની ૧૦ વર્ષની બાળકી ધોરણં ૫માં અભ્યાસ કરે છે. ગત તા.૨૫-૪-૨૦૧૮ના રોજ બાળકી ઘરે એકલી હતી. તે દરમિયાન આરોપી મુકેશ રામદાસ વસાવા (રહે.ઇન્દિરાનગર કોયલી)એ ઘરમાં ઘુસીને બાળકી સાથે શારીરિક છેડછાડ કરી હતી.
તે દરમિયાન બાળકીના પિતા આવી જતા આરોપી ભાગી છુટયો હતો. જે અંગે દાખલ થયેલી ફરિયાદનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીને પાંચ વર્ષની કેદ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY