સુરત,તા.૧૦
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૭ વર્ષની માસુમ બાળા ઘર નજીક રમી રહી હતી ત્યારે ઓટો રીક્ષા ચાલક અને એક મહિલા અપહરણ કરીને લઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમરોલીમાં રહેતા અને કચરો વીણવાનું કામ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના માતા-પિતા બપોરના સમયે કચરો વીણવા ગયા હતા. તે દરમ્યાન તેમની ૭ વર્ષની માસુમ પુત્રી ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમ્યાન એક રીક્ષામાં અજાણી મહિલા આવી હતી.
બાળકી રમી રહી હતી તેને રીક્ષા ચાલક અને મહિલા લલચાવી ફોસલાવીને રીક્ષામાં બેસાડી અપહરણ કરી ભાગી ગયા હતા. ઘટના અંગે માસુમની માતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવીના ફૂટેજ મેળવી અપહરણકાર રીક્ષા ચાલક અને મહિલાની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"