શાળા-કોલેજની ફી માફીને લઈને વરાછામાંથી વડાપ્રધાનને લખાયા ૫ હજાર પોસ્ટકાર્ડ

0
55

સુરત,તા.૧૦
કોરોના વાઈરસથી લોકોના કામ ધંધા બંધ થઈ ગયા છે. આવા સંજોગોમાં શાળા કોલેજની ફી માફ થાય તે માટે ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. જો કે, શાળાઓ દ્વારા ફી માંગવાનું શરૂ રહ્યું છે. ત્યારે વરાછા વિસ્તારમાં રહેતા વાલીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા છે. એનએસયુઆઈ અને વાલીઓ દ્વારા મળીને પાંચ હજાર પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યાં છે.
માતાવાડી પોસ્ટ ઓફિસ ખાતેથી આ પોસ્ટકાર્ડને આજે વડાપ્રધાન કાર્યાલય પર મોકલવામાં આવ્યાં છે. પોસ્ટકાર્ડ લખનાર દિવ્યા નાવડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆત ફી ઘટાડવા માટે કરવામાં આવી છે. પરંતુ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી. જેથી વડાપ્રધાને અગાઉ કહ્યું હતું કે, તકલીફ હોય તો સાદું પોસ્ટ કાર્ડ લખજો એટલે આ ૫ હજાર પોસ્ટકાર્ડ મારફત વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY