કોવિડ હોસ્પિટલના ૫મા માળેથી પટકાતા ઇલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર નું મોત

0
68

સુરત,તા.૧૦
શહેરમાં દિવસે ને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના સામેની લડાઈ માટે મુખ્યમંત્રીએ ગત ૪ જુલાઈના રોજ સ્ટેમસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. જેને લઈને સ્ટેમસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં એક ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાંચમા માળેથી પટકાતા મોતને ભેટયા હોવાની ઘટના સામે આવી છે. સ્ટેમસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત વી શિહોરા (ઉ.વ.૫૬, રહે. સંજય કો. ઓ. હાઉસિંગ સોસાયટી પાર્લે પોઇન્ટ) સુપરવિઝન માટે ગયા હતા.
કોવિડ હોસ્પિટલના પાછળના ભાગમાં પાંચમા માળેથી નીચે પટકાયા હતા. ત્યારબાદ ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. કોઈ પણ સેફ્ટી વિના ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક કોન્ટ્રાક્ટ પર ઈલેક્ટ્રીકનું કામ કરતો યુવક પણ પહેલા માળેથી પટકતા ઈજા પહોંચી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY