પૈસા માટે પરિણીત પુરૂષોને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલીંગ કરનાર મહિલાની ધરપકડ

0
62

સુરત,તા.૧૦
પૈસાદાર પરિણીત વ્યક્તિઓ વિશે ફેસબુકમાંથી માહિતી મેળવી બાદમાં પ્રેમજાળમાં ફસાવતી મહિલાનો ભાંડો ફૂટયો છે.શારીરિક સંબંધ બાંધીને ઘરનાઓને જાણ કરવાની તથા દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપતી. મહિલાની જાળમાં ફસાયેલા યુવકે હાઈકોર્ટના દ્વાર ખખડાવી ફરિયાદ કરી. જેના આધારે ચોકબજાર પોલીસે ફરિયાદ નોંધીને મહિલાની ધરપકડ કરી છે. સાથે જ મહિલાના મળતીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેડરોડ સ્થિત આશીર્વાદ સોસાયટીમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા બે બાળકોના પિતા એવા ૩૨ વર્ષીય યુવાનને મહિલા ( રહે.૧૬૩, કવિતા રો હાઉસ, સરથાણા જકાતનાકા, સુરત. મૂળ રહે. અમરેલી )એ ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી પોતે છૂટાછેડા લીધા છે તેમ કહી પહેલા મિત્રતા બાંધી હતી.બાદમાં યુવાનને પ્રેમજાળમાં ફસાવી રૂબરૂ મળવા બોલાવી મહિલાએ મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બાદમાં મહિલાએ પોત પ્રકાશી તું મારી સાથે લગ્ન કર અથવા મને રૂ.૧૦ લાખ આપ, નહીંતર તારા ઘરે આવી હું આપણા સંબંધોની જાણ કરી દઈશ, પોલીસમાં ફરિયાદ કરશે તો મહિલા મંડળને લઇ તારા ઘરે આવી તને અને તારા પરિવારને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY