દક્ષિણ ગુજરાતમાં ૧ મીમીથી લઈને ૧.૨ ઈંચ સુધી વરસાદ નોંધાયો

0
77

સુરત,તા.૧૧
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે હળવો વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ૨૧ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં જિલ્લામાં સુરત સિટી અને કામરેજમાં ૧ ઈંચથી વધુ વરસાદ પડયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સુરત જિલ્લાના સુરત સિટીમાં ૧.૨ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે કામરેજમાં ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દક્ષિમ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ જિલ્લો કોરોકટ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY