સુરત,તા.૧૧
સુરતમાં કોરોનાનું સંક્રમણ અનેકગણું વધી ગયું છે ત્યારે સરકારના આરોગ્ય સચિવ કોરોના અંતિમ ચરણમાં હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્ય સરકારના ધારાસભ્યો જ સુરતની સ્થિતિ સારી ન હોવાથી લોકોને ૧૫ દિવસ સેલ્ફ લોક ડાઉન માટે અપીલ કરી રહ્યાં છે. શહેરના કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ તેમના વિસ્તારના કોર્પોરેટરો સાથે લોકોને સેલ્ફ લોકડાઉનની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા જણાવ્યું કે, હાલ કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યાં છે. જેના કારણે હોસ્પિટલમાં બેડ અને વેન્ટીલેટરની અછત છે. આવી સ્થિતિને ટાળવા માટે ૧૫ દિવસ સેલ્ફ લોક ડાઉનની જરૂર છે,
લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. શુક્રવારે કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ વિડીયો થકી મસેજ આપ્યો હતો કે, સુરતમાં કોરોનાની સ્થિતિ ઘણી જ ગંભીર હોવાથી લોકોએ બર્થડે શુભેચ્છા આપવા આવવું નહીં, લોકો બિન જરૂરી ઘરની બહાર નહીં નીકળે અને કોરોનાના સંક્રમણથી દુર રહે તે જ ગીફ્ટ છે. અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ સેલ્ફ લોકડાઉન માટે લોકોને અપીલ કરી રહી છે. હાલ સુરતમાં કેટલાક બજારો સોશિયલ ડિસ્ટન્સ વિના જ ચાલી રહ્યાં છે તે બંધ કરવા પણ અપીલ કરાઇ છે.
સુરત સિટીમાં કોરોનામાં આજે ૨૦૨ દર્દીઓમાં સૌથી વધુ કતારગામના ૫૨, વરાછા એ ૩૩, વરાછા બી૩૨, સેન્ટ્રલમાં ૧૯, રાંદેર૩૦, લિંબાયતમાં ૧૩, ઉધનામાં ૪ અને અઠવાના ૧૯ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમા ૬,૭૨૭ પોઝિટીવ કેસમાં ૨૭૫નાં મોત થયા છે. જયારે સુરત જિલ્લામાં આજ દિન સુધી ૧૧૨૪ પૈકી ૩૫ વ્યકિતનાં મોત થયા હતા. સુરત શહેર- જીલ્લામાં કુલ ૭૮૫૧ કેસમાં ૩૧૦ ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત ૧૩૨ ઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ ૧૪૨૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં આજે ૩૪ દર્દી સહિત કુલ ૫૨૭ દર્દીને રજા અપાઇ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"